કારખાનામાં કામ કરતી વેળાએ પડી જતા યુવકનું મોત.
મોરબીના પીપળી ગામે કારખાનામાં કોઈ કારણસર પડી જતા કારખાનામાં કામ કરતા યુવકનું મોત નીપજ્યું હતું. જંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં ગીતા ટ્રેડિંગ કટિંગ કારખાનમાં કામ કરતા મુકેશભાઈ મગનભાઈ સંગાળા નામના યુવાન કામ કરતી વખતે અચાનક પડી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી