ખાખરેચી ગામના ગામના ઝાંપા નજીક વર્લીનો જુગાર રમતો રમાડતો એક ઈસમને ઝડપાયો
માળીયા તાલુકાના ખાખરેચી ગામના ઝાંપા નજીક જાહેરમાં વરલી નો જુગાર રમતો રમાડતો એક ઈસમ મળી આવ્યો હતો ત્યારે પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ માળિયા (મી) તાલુકાના ખાખરેચી ગામના ઝાંપા નજીક વર્લી ફીચરનો જુગાર રમી રમાડતો આરોપી મુનાભાઈ સોંડાભાઈ શંખેશરીયા (ઉ.વ.૨૮)ને રોકડ રકમ રૂ.૪૭૦ ના મુદ્દામાલ સાથે માળિયા (મી) પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.