Tuesday, April 22, 2025

મોરબી લીલાપર રોડ બોરીયાપાટી નજીક ઈન્ડેઝ ટાવર પાસેથી 15KV જનરેટરની ચોરી

Advertisement
Advertisement
Advertisement

મોરબી લીલાપર રોડ બોરીયાપાટી નજીક ઈન્ડેઝ ટાવર પાસેથી 15KV જનરેટરની ચોરી

મોરબી: મોરબી લીલાપર રોડ બોરીયાપાટી નજીક ઈન્ડેઝ ટાવરના વંડાની દિવાલનો દરવાજો ખોલી અંદર પ્રવેશ કરી ટાવર પાસે રહેલ કીલોસ્કર કંપનીનું ૧૫ કેવી.નુ જનરેટર કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હવાની મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ હળવદના ધનશ્યામપુર (ગોરી) માં રહેતા અશોકભાઇ પાલજીભાઈ રાઠોડ (ઉ.વ.૩૭) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા ૧૯-૧૨-૨૦૨૨ થી ૨૪-૧૨-૨૦૨૨ ની વચ્ચે કોઈપણ સમયે આરોપીઓએ ફરીયાદીના ઇન્ડેઝ ટાવરના વંડાની દિવાલનો દરવાજો ખોલી ગેરકાયદેસર રીતે અંદર પ્રવેશ કરી ટાવર પાસે રહેલ કીલોસ્કર કંપનીનુ ૧૫ કેવી.નુ જનરેટર (ડી.જી) કિ.રૂ. ૨,૦૦,૦૦૦/- ની અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી લઇ ગયા હોવાની અશોકભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ ૩૭૯,૪૪૭ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,204

TRENDING NOW