તા.25.12.2022
ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત ના બહેનો દ્વારા લગ્નગીતોત્સવ ઉજવાયો. ભારત વિકાસ પરિષદ,સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત ની વિવિધ શહેરોની 14 શાખાઓ વચ્ચે મોરબી સરસ્વતી શીશુમંદિર ખાતે રવિવાર દીનાંક 25 ડિસેમ્બરના રોજ ભારતીય સંસ્કૃતિ,પરંપરા ના સંવર્ધન અને જાણવણી તથા આવનાર પેઢી ને આપણી પરંપરા - સંસ્કૃતિનું મહત્વ સમજાય તે હેતુથી લગ્નગીતોત્સવનું આયોજન કરવામાં આવેલ. સવારથી વિવિધ શાખાઓમાંથી પધારેલ બહેનો અને પરિવારની હાજરીમાં લગ્ન ગીત સ્પર્ધા ભારતમાતા પૂજન અને દીપ પ્રાગટ્ય સાથે શુભારંભ કરવામાં આવ્યો... આ તકે મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતી જાનકીબેન કૈલા, અગ્રણી સમાજ સેવિકા શ્રીમતી મંજુલાબેન દેત્રોજા , ભા. વિ. પ. ના ટ્રસ્ટી ડો. તેજસભાઇ પૂજારા, પ્રાંત અધ્યક્ષ શ્રીમતી વિરલબેન પારેખ, પ્રાંત સચિવ શ્રીમતી જાગૃતિબેન ઠક્કર, પ્રાંત ખજાનચી શ્રી પિયુષભાઈ ઠક્કર , સહિતના અધિકારીઓતથા અગ્રગણ્ય નાગરિકો, ઉપસ્થિત રહી બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવેલ. લગ્ન ની અલગ અલગ વિધિઓ ની થીમ પર દરેક શાખા દ્વારા એક ગીત રજૂ કરવામાં આવેલ છે.... પ્રારંભ ગણેશ સ્થાપન, કંકોત્રી વધાવો, મામેરું, સાંજી, પીઠી, જાન પ્રસ્થાન, જાન આગમન, મંગળફેરા, ફટાણા, વિદાય પ્રસંગ, આમ વિવિધ 16 પ્રકારની વિધિઓ ના લગ્ન ગીતો ની સ્પર્ધા યોજવામાં આવેલ...આ લગ્ન પ્રસંગના વિવિધ ગીતો પરની ખુબજ સુંદર આ સ્પર્ધા ખુબજ રસાકસી ભરી રહી... જાણે ખરેખર લગ્ન પ્રસંગ જ હોઈ તેવો અદભુત માહોલ સર્જાયો હતો. દરેક શાખાના બહેનોએ ઉત્સાહ પૂર્વક વિધિ અનુસાર તૈયાર થઈ વિવિધ વિધિઓ નો તાદૃશ માહોલ ઉભો કરેલ.

આ લગ્નગીતોત્સવ સ્પર્ધા માં નિર્ણાયક તરીકે મોરબીના ગીત સંગીતના તજજ્ઞ એવા શ્રી અશ્વિનભાઈ બરાસરા, શ્રીમતી મયુરીબેન કોટેચા, શ્રી તુષારભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા અધ્યક્ષ શ્રી જયેશભાઈ પનારા, સચિવ શ્રી અશ્વિનભાઈ રાઠોડ, ખજાનચી ચિરાગભાઈ હોથી,

મહિલા સંયોજિકા કાજલબેન ત્રિવેદી, ઉપપ્રમુખ હરેશભાઈ બોપલિયા, તથા મનુભાઈ કૈલા ,સંગઠનમંત્રી દિલિપભાઈ પરમાર, પૂર્વપ્રમુખ રવિન્દ્રભાઈ ત્રિવેદી,મનહરભાઈ કુંડારીયા, ધૃમીલભાઈ આડેસરા, મનોજભાઈ કાવર, હિરેનભાઈ ધોરીયાણી, હિંમતભાઈ મારવણીયા, પરેશભાઈ મિયાત્રા, એન. એન. ભટ્ટ સાહેબ, ડો ઉત્સવ દવે વગેરેએ જહેમત ઉઠાવી હતી.


