માળીયા: અણીયારી ટોલનાકા નજીકથી ઈંગ્લીશ દારૂના 33.66 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો, બેની શોધખોળ
મોરબી: હળવદ માળિયા હાઈવે રોડ ખાખરેચી ગામની સીમ અણીયારી ટોલનાકા નજીકથી ટ્રકમાં છુપાવેલ ઈંગ્લીશ દારૂ રૂ.૩૩,૬૬,૪૪૦ ના મુદામાલ સાથે એક ઈસમને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય બે ઈસમો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ હળવદ માળિયા હાઈવે રોડ ખાખરેચી ગામની સીમ અણીયારી ટોલનાકા નજીકથી આરોપી સોનારામ દુદારામ લુંબારામજી કડવાસરા,
શ્રવણરામ મઘારામ જાટ, અરવિંદજી જાટ રહે. બધા રાજસ્થાન વાળા આરોપીઓએ એકબીજા સાથે મેળાપીણુ કરી આરોપી શ્રવણરામ મઘારામ જાટે ગાડીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો માલ ભરાવી આપી તથા આરોપી અરવિંદજી જાટ ગાડી માલીક/માલ મોકલનારે મળી આરોપી સોનારામ દુદારામ લુંબારામજી કડવાસરાએ પોતાના હવાલા વાળી અશોક લેલન ગાડી રજી. નં.GJ-06-VV-8699 વાળીટ્રકમાં વાસના બાંબુ ભરી ઠાઠામાં ચોરખાનું બનાવી તેમાં અલગ અલગ બ્રાન્ની ભારતીય બનાવટની વિદેશીદારૂ તથા બીયરનો જથ્થો પરપ્રાંત માંથી આયાત કરવા ખોટી બીલ્ટી, ઇ-વેબીલ, તથા ઇનવોઇસ બીલ બનાવી રજુ કરી જે ખોટી હોવાનું જાણવા છતાં ખરા તરીકે ઉપયોગ કરી રાજય સેવકને ગેરમાર્ગે દોરી સદર ગાડીમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂની કુલ બોટલો નંગ-૫૦૫૨ કુલ કી.રૂ. ૧૮,૫૮,૮૦૦/- તથા ગીન્સબર્ગ પ્રિમીયમ સ્ટ્રોંગ બીયરના ૫૦૦ મીલીના ટીન નંગ- ૨૮૮૦કિ.રૂ. ૨,૮૮,૦૦૦/- મળી દારૂ/બિયરની કુલ કિ.રૂ. ૨૧,૪૬,૮૦૦/- નો જથ્થો વેચાણ અર્થે લાવી હેરા ફેરી કરી મોબાઇલ ફોન નંગ-૦૧ કી.રૂ. ૫૦૦૦/- રોકડા રૂપીયા- ૧૪,૬૪૦/- તથા ગાડી કી.રૂ. ૧૨,૦૦,૦૦૦/-તથા બીલ્ટી, ડ્રાઇવીંગ લાયસન્સ, એ.ટી.એમ. મળી કુલ કિ.રૂ. ૩૩,૬૬,૪૪૦/- ના મુદામાલ સાથે આરોપી સોનારામ દુદારામ લુંબારામજી કડવાસરાને માળિયા પોલીસે ઝડપી પાડયો હતો જ્યારે અન્ય બે આરોપી શ્રવણરામ મઘારામ જાટ અને અરવીંદજી જાટ હાજર નહી મળી આવતા તેને ઝડપી પાડવા પોલીસે શોધખોળ હાથ ધરી છે. તેમજ તપાસમાં જે ખુલે તે હાલ માળિયા (મી) પોલીસે ત્રણે આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.