વાંકાનેરના કોઠારીયા ગામ નજીક રોડ ઉપર ઈકો કારે ઠોકર મારતાં બાઈક સવારનું મોત
મોરબી: વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામ નજીક બળવંતસિંહ ઝાલાની વાડી પાસે રોડ ઉપર ઈકો કાર ઠોકર મારતાં બાઈક સવારનું મોત નિપજાવી ઈકો કાર ચાલક નાશી ગયો હતો. આ બનાવમાં અંગે મૃતકના મોટા ભાઈએ આરોપી ઈકો કાર ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કોઠારીયા (જડેશ્વર) ગામે રહેતા રમેશભાઇ સવજીભાઈ સારલા (ઉ.વ.૫૯) એ તેમના જ ગામના ઈકો કાર ચાલક ભાવેશ રમેશભાઈ કોળી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૩૦-૦૯-૨૦૨૨ ના રોજ સાંજના સાડા સાત થી આઠ વાગ્યા દરમિયાન આરોપી તેની ઇકો કાર નં.GJ-36AC-6091 વાળી પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી ફરીયાદનાં નાના ભાઇ ભીમજીભાઇ સવજીભાઇ સારલા ઉવ.૪૫ વાળાનાં સ્પ્લેન્ડર મોટર સાયકલ નં. GJ-36-AE-0778 ને ઓવરટેક કરવા જતા પાછળથી અકસ્માત રીતે ઠોકર લાગતા પડી જતા માથામાં ગંભીર ઇજા થતા સારવાર દરમ્યાન રાજકોટ ખાનગી હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. આરોપી અકસ્માત સર્જી પોતાના હવાલાવાળી ઇકો કાર લઇને નાશી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના મોટા ભાઇએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ઈકો કાર ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો આઇ.પી.સી. કલમ ૨૭૯, ૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી છે.