ટંકારાના છતર ગામે ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલા ત્રણ શખ્સોએ સગીરને મારમાર્યો
મોરબી: ટંકારા તાલુકાના છતર ગામે દેવીપૂજક વાસમાં અબ્દુલ ભાઈની દુકાન નજીક અહી ગાળો ન બોલો બહેન દીકરીઓ નીકળતી હોય તેમ કહેતા ઉશ્કેરાયેલા ત્રણ શખ્સોએ સગીરને મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ટંકારા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના છતર ગામે દેવીપૂજક વાસમાં રહેતા કિષ્નાભાઈ રાજેશભાઈ પરમાર (ઉ.વ.૧૭)એ તેમના જ ગામના પ્રવિણ દેવજીભાઈ પરમાર તથા યુવરાજભાઈ ભાઈલાલભાઈ પરમાર તથા સોહન ભુપતભાઇ પરમાર વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૧-૧૦-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે ટંકારાના છતર ગામે દેવીપૂજક વાસમાં અબ્દુલ ભાઈની દુકાન નજીક આરોપી જાહેરમા ભુડા બોલી ગાળો બોલતા હોય તેથી ફરિયાદીએ કહેલ કે તમો ગાળૉ ન બોલો અહી બહેન દિકરી ઓ નીકળતી હોય જેથી ત્રણેય આરોપી ઉશ્કેરાઇ જઈ ફરીયાદીને છાતી તેમજ પેટ અને માથા ના ભાગે ઢીકાપાટુ માર મારી જાન થી મારી નાખવાની ધમકી આપી હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ત્રણે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો ઇ.પી.કો. કલમ- ૩૨૩, ૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.