મોરબી શહેર મામલતદારની બદલી, રાજ્યમાં બદલી મામલતદારની બદલીઓ યથાવત
રાજ્યમાં થોડા દિવસ અગાઉ પણ મામલતદાર તેમજ નાયબ મામલતદારની બદલીઓ કરવામાં આવી હતી. બાદ આજરોજ ફરી રાજ્યમાં ૩૨ જેટલા મામલતદારોની બદલી કરવામાં આવી છે. તો બીજી તરફ ૪૬ જેટલા નાયબ મામલતદાર ને બઢતી આપવામાં આવી છે.
ત્યારે બદલી નાં આ દોર વચ્ચે મોરબી શહેર મામલતદાર જી.એચ.રૂપાપરા ની બોટાદ ગ્રામ્ય ખાતે બદલી કરવામાં આવી છે ત્યારે તેમની જગ્યા એ પી.એમ.સરડવા ને મામલતદાર તરીકે ફરજ બજાવસે. પી.એમ.સરડવાને નાયબ મામલતદાર માંથી મામલતદાર તરીકે બઢતી આપવામાં આવી છે ત્યારે મામલતદાર તરીકે પહેલી પોસ્ટિંગ મોરબી ખાતે આપવામાં આવી છે.