મોરબીના ઉદ્યોગપતિ દ્વારા દિકરીના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી

ખમીરવંતા અને અવનવી પહેલ માટે જાણીતા મોરબી તાલુકામાં દિવસે ને દિવસે પ્રકૃતિપ્રેમીઓની સંખ્યા વધી રહી છે. આવા જ એક પ્રકૃતિપ્રેમી અને ટીમ ગ્રીન આર્મી મોરબીના સક્રિય સભ્ય તથા ઉદ્યોગપતિ કિરીટભાઈ રેવભાઈ પરેચા જેઓ લોરેમ ટાઇલ્સ પ્રા.લી. ફેક્ટરી ધરાવે છે. તેઓએ તેમની દિકરી વ્રીન્દાના જન્મદિવસની ઉજવણી કેક કાપીને નહીં પરંતુ પ્રકૃતિ માઁ નું ઋણ અદા કરવાની એક નાની પહેલના ભાગરૂપે વૃક્ષારોપણ કરીને કરી. કિરીટભાઇ ના આ પ્રેરણાદાયી કાર્યને અનુસરીને આપણે સૌ પણ આપણા જીવનના ખાસ પ્રસંગને યાદગાર બનાવવા વૃક્ષારોપણ કરીને आओ एक नया निर्माण करे, पेड़ो से धरती का श्रृंगार करे। ધ્યેયસૂત્રને સાર્થક કરીએ.

ટીમ ગ્રીન આર્મી મોરબી વતી દિકરી વ્રીન્દા જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ

