રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા મોરબીના યુવા કવિ
જલરૂપનું સન્માન.

તારીખ 10 માર્ચના રોજ રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા
મોરબીના યુવા કવિ જલરૂપને ઇન્ડિયા વર્લ્ડ રેકોર્ડ માં સ્થાન છે. તેમજ ગોલ્ડ મેડલ મેળવેલ છે સાથોસાથ મોરબીનું ગૌરવ વધારેલ છે તેથી તેમનું સન્માન મોરબી રોટરી ક્લબના પાસ્ટ પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ દોશીના વરદ હસ્તે કવિ જલરૂપને પ્રમાણપત્ર એનાયત કરી તેનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ સમયે રોટરી ક્લબ ઓફ મોરબી ના પ્રેસિડેન્ટ બંસીબેન શેઠ, સેક્રેટરી રસિદાબેન લાકડાવાલા, તેમજ મોરબી રોટરી ક્લબ ના મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા.
