મોરબી તાલુકાના ખાનપર ગામની સીમમાં વાદીલાની વાડીના વોંકળામાં જુગારધામ ચાલુ હોવાની બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસે દરોડો કરીને જુગાર રમતા નવ ઈસમોને ઝડપી પાડ્યા હતા જયારે બે ઈસમો ખુલ્લા ખેતરનો લાભ લઈને નાસી છુટતા પોલીસે 11 ઈસમો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુન્હો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમે બાતમીને આધારે મોરબી તાલુકાના ખાનપર ગામની સીમમાં વાદીલાની વાડી પાસે આવેલ વોંકળામાં બાવળનાં ઝાડ નીચે જાહેરમાં જુગાર રમતા નીલેશભાઈ બચુભાઈ અધારા, મુકેશભાઈ લક્ષ્મણભાઈ કલોલા, જયંતીલાલ મગનભાઈ જાકાસણીયા, વિપુલભાઈ સવજીભાઈ ધોડાસરા, દુર્લભજીભાઈ મહાદેવભાઈ ધોડાસરા, ભરતભાઈ કેશવજીભાઇ જીવાણી, માણંદભાઈ ભુરાભાઈ સવસેટા, વિક્રમભાઈ દેવજીભાઈ પરમાર અને અબ્બાસભાઈ અલ્લારખાભાઈ કુરેશીને રોકડ રકમ રૂ. 64,000 તથા ચાર મોટરસાયકલ (કીં.રૂ. 60,000) મળી કુલ રૂ. 1,24,000 ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા જયારે કિશોરભાઈ રૂગનાથભાઈ જીવાણી અને ઈભુભાઈ ગુલાબભાઈ ચૌહાણ ખુલ્લા ખેતરનો લાભ લઈને નાસી જતા પોલીસે તે બંને શખ્સોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.