રાજકોટના વા તથા સંધિવાને લગતા રોગોના નિષ્ણાંત ડો.ઇશિતા શાહની સારવાર હવે મોરબીની એપલ હોસ્પિટલમાં ઉપલબ્ધ
મોરબી: રાજકોટના ખ્યાતનામ વા તથા સંધિવાને લગતા રોગોના નિષ્ણાંત ડો.ઇશિતા શાહની સારવાર હવે સ્પર્શ ક્લિનિક એપલ હોસ્પીટલ, ઉમિયા હોલ, શનાળા રોડ મોરબી ખાતે ઉપલબ્ધ થય છે. જેમાં દર મહિનાના ચોથા ગુરૂવારે મોરબીની સ્પર્શ ક્લિનિક ખાતે દર્દીઓની આ તથા સંધિવાને લગતા રોગોની સારવાર કરશે.
જેમાં હાથ અને પગમાં સાંધામાં સોજો આવવા, શરીરમાં જકળાશ કે નાની ઉંમરે કમરનો દુખાવો, આંખ અને મોઢું સુકાઈ જવું આંખ વારંવાર લાલ થવી, સૂર્યપ્રકાશમાં ચામડી પર ચાંદા પડવા કે બળતરા થવી, મોઢા પર લાલ ચાંદા પડવા, ઠંડીમાં આંગળીના ટેરવા સફેદ કે પુરા પડવા જેવા વિવિધ દર્દીઓના રોગોની સારવાર ડો.ઇશિતા એસ.શાહ (ડી.એન.બી.મેડીસીન (મુંબઈ) ફેલો ઇન રૂમેટોલોજી (બેંગ્લોર) કન્સલ્ટન્ટ રૂમેટોલોજીસ્ટ) કરશે.