ટંકારા તાલુકા પંચાયત સદસ્યની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ઉજવાયો
ટંકારા: રાજ્ય સરકાર દ્વારા શાળાના બાળકોની સતત દરકાર રાખવા માં આવે છે. શાળાઓમાં વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમો દ્વારા શાળા ના બાળકો ની તંદુરસ્તી જાળવવા પ્રયત્નશીલ છે. બાળકોમાં પેટની બીમારી અને એનિમિયા જેવા રોગો તથા કુપોષણ માટે જવાબદાર કૃમિના નાશ માટે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ અંતર્ગત જિલ્લાની તમામ શાળાઓ આંગણવાડી ઓ અને શાળા પર કે અંગળવાડી પર ના જતા હોય એવા બાળકો ને જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા આલબેન્ડાઝોલ નામક દવા આપવામાં આવે છે.
ત્યારે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ નિમિત્તે ટંકારા તાલુકા પંચાયત સદસ્ય ચાર્મી બેન સેજપાલ દ્વારા ટંકારા ગામે આરોગ્ય વિભાગ અને આશા વર્કર અને ગ્રામજનોની હાજરીમાં કૃમિનાશક દિવસ અંતર્ગત સંક્રમણ અટકાવવા કૃમિનાશક નું વિતરણ કરેલ છે જેમાં ગ્રામ પંચાયત સદસ્ય દામજીભાઈ ઘેટીયા ટંકારા તાલુકા મહિલા મોરચાના સોનલબેન બારૈયા બાળકો તેમજ આરોગ્ય સ્ટાફ વગેરે લોકો હાજર રહ્યા હતા.