માળીયા તાલુકા યુવા મોરચાની બેઠક ગુજરાત સરકારના મંત્રી બ્રિજેશભાઈ મેરજા સાહેબની ખાસ ઉપસ્થિતમાં યોજાઈ હતી. સાથે મોરબી જિલ્લા યુવા મોરચાના પ્રભારીશ્રી રામભાઈ ગઢવી એ આગામી કાર્યક્રમ અંતર્ગત માર્ગદર્શન આપેલ હતું.
આ બેઠકમાં ઉપસ્થિત મોરબી જીલ્લા યુવા ભાજપ ના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી બાબુભાઈ હુંબલ તેમજ માળીયા તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ રાઠોડ તથા જિલ્લા પંચાયતના સભ્ય કિશોરભાઈ તથા માળીયા તાલુકા ભાજપના પ્રભારી સુભાષભાઈ તથા માળીયા તાલુકા ભાજપના મહામંત્રી મનીષભાઈ, મોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રી જયદીપભાઈ, ઉપપ્રમુખ શિવમભાઈ, જયદીપભાઈ સંઘાણી, ડી. ડી.જાડેજા, રામભાઈ અને તમામ યુવા હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યકમનું આયોજન કરનાર માળીયા તાલુકા યુવા મોરચાના પ્રમુખ હિતેશભાઈ , મહામંત્રી નિકુંજ વિડજા, પ્રજ્ઞેશ ગોઠી, રવી ઘુમલિયા, પાર્થ બોપલિયા, વીજય ગજીયા યુવરાજસિંહ અને માળિયા તાલુકા યુવા મોરચાનું ટીમ દ્વારા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
