મોરબી જીલ્લામાં કોરોના કેસ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. જેમાં હવે વિદ્યાર્થીઓ પણ કોરોના સંક્રમિત થય રહ્યા છે. ત્યારે આજે નવા 26 કેસો નોંધાયા છે. જેમાં બે વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે તો આજે 8 દર્દીઓ સ્વસ્થ થયા છે.
મોરબી જીલ્લામાં આજે નવા 26 કેસ નોંધાયા છે જેમાં મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકમાં 03 અને શહેરી વિસ્તારમાં 20 કેસો, ટંકારાના ગ્રામ્ય પંથકમાં 02 અને માળિયાના ગ્રામ્ય પંથકમાં 01 કેસ મળીને નવા 26 કેસો નોંધાયા છે તો આજે વધુ 08 દર્દીઓ સ્વસ્થ થયા છે. આજે સાર્થક અને સેન્ટ મેરી સ્કૂલના ૧-૧ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયાની માહિતી મળી છે મોરબી જીલ્લામાં એક્ટીવ કેસનો આંક 142 થયો છે.