Tuesday, April 22, 2025

વિરવિદરકા ગામની સીમમાં ખેતરના શેઢે જુગાર રમતા 6 ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

માળીયા તાલુકાના વિરવિદરકા ગામની સીમમાં ખેતરના શેઢે ટોર્ચ લાઈટના અંજવાળે જુગાર રમાતો હોવાની બાતમીને આધારે માળીયા પોલીસે રેઈડ કરીને જુગાર રમતા છ શખ્સોને રૂ. 54 હજારની રોકડ સાથે ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ માળીયા (મીં.) પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમીને આધારે તાલુકાના વિરવિદરકા ગામની સીમમાં દરોડો કરીને ખેતરના શેઢે ટોર્ચ લાઈટના અંજવાળે જુગાર રમતા ગોવિંદસંગ દાદુભા ગઢવી (ઉં.વ.49), ક્રુપાલસંગ ગંભીરસંગ ગઢવી (ઉં.વ.35), ઈકબાલભાઇ ગનીભાઇ પાયક (ઉં.વ. 42), સુરેશભાઇ ઠાકરશીભાઇ શંખેસરીયા (ઉં.વ.40), દાઉદભાઇ ઓસમાણભાઇ અગવાન (ઉં.વ.64) અને રફીકભાઇ ગફુરભાઇ સંધવાણી (ઉં.વ.30) ને રોકડ રૂપિયા 54,000 અને બે ટોર્ચ (કીં.રૂ.100) સહીત કુલ રૂ. 54,100 ના મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જગારધારા હેઠળ ગુન્હો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,170

TRENDING NOW