(અહેવાલ: રમેશ ઠાકોર હડમતિયા)
ગાંધીનગર ભુસ્તરવિજ્ઞાન અને ખનિજ કમિશ્નરની કચેરીમા કેમિસ્ટ વર્ગ-૧ની ફક્ત એક જગ્યા ખાલી હતી મેરીટમા પ્રથમ આવતા કલાસ-1 અધિકારી તરીકે સિલેક્ટ થતા પરિવારમાં ખુશીનો માહોલ
ટંકારા તાલુકાના મુળ વતન હડમતિયા ગામના રહીશ હાલ સ્થાયી સુરતમાં મિસ્ત્રીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા પિતા મુકુંદભાઈ અમૃતલાલ રામાવતના પુત્ર મિલન મુકુંદભાઈ રામાવત તાજેતરમાં જ લેવાયેલી GPSC ભુસ્તરવિજ્ઞાન અને ખનિજ કમિશ્નરની કચેરીમા કેમિસ્ટ વર્ગ-૧ ની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં મેરીટમા પ્રથમ આવતા ગાંધીનગર ખાણ ખનીજ કમિશ્નરની કચેરી ખાતે સિલેક્ટ થતા હડમતિયા ગામમાં તેમજ તેમના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.