મોરબી ગઈકાલે તરુણ વાય તેમજ આધેડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આજે ફરી એકસાથે 6 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
મોરબીની નવયુગ વિદ્યાલય ના વિદ્યાર્થી ના કોન્ટેક ટ્રેસિંગ દરમિયાન શાળા માં આજ રોજ કુલ 186 સેમ્પલ લેવામાં આવેલ,. જેમાંથી તેના સંપર્ક માં રહેલ વધુ 6 વિદ્યાર્થીઓ નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવેલ છે.તંત્રમાં દોડધામ મચી જવા પામી છે તેમજ સ્કૂલ ને 7 દિવસ માટે બંધ કરવાની ફરજ પડી છે. જે પૈકી 5 વિદ્યાર્થી મોરબી શહેર વિસ્તાર માં તેમજ 1 વિદ્યાર્થી ટંકારા તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર નો રહેવાસી છે.
તેમજ ગઈ કાલ ના અન્ય 41 વર્ષ ના પુરુષ ના કોન્ટેક માં આવેલ વધુ એક 31 વર્ષ ના અને મોરબી શહેરી વિસ્તાર ના રહેવાસી પુરુષ નો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ છે. આમ આજ રોજ મોરબી જીલ્લામાં કુલ 7 પોઝીટીવ કેસ નોંધાયેલ છે..