Thursday, April 24, 2025

ગુડ ગવર્નન્સ ડે નિમિત્તે હળવદમાં વિકાસલક્ષી કામોનું ખાતમૂહુર્ત તથા પૂર્ણ કામોનું લોકાપણ કરાયું

Advertisement
Advertisement
Advertisement

(અહેવાલ: ભવિષ જોષી હળવદ)

હળવદ: આજ રોજ તા.ર૬/૧૨/૨૦૨૧ ના રોજ ગુડ ગવર્નન્સ ડે નિમિતે સરકારની વિવિધ યોજના અંતર્ગત હળવદ નગરપાલિકા શહેરી વિસ્તારમાં પાયાની સુવિધાઓ માટે વિકાસ કામોનું ખાતમુહૂર્ત તેમજ પૂર્ણ થયેલ કામોનું લોકાર્પણ તેમજ આરોગ્ય તત્કાલ સુવિધા અને સ્વચ્છતા અભિયાન અંગેની કામગીરી કરવામાં આવેલ છે.

સરકારની યોજના પૈકી વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ માન. ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા (ધ્રાંગધ્રા-હળવદ ૬૪) ના વરદ હસ્તે કરવામાં આવેલ જેમાં નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ પારેજીયા, નગરપાલિકા ચીફ ઓફિસર, જીલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી, શહેર ભાજપ પ્રમુખ કેતનભાઈ દવે તથા નગરપાલિકાના સદસ્યઓ અને શહેરી જનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ કરવામાં આવેલ હતો.

વિકાસ કામો પૈકી ૧૪માં નાણાપંચ ૨૦૧૯-૨૦ ગ્રાન્ટ અંતર્ગત બનાવવામાં આવેલ ક્રિષ્ના હોટેલથી શ્રીજીનગર મેઈન રોડ સુધી સી.સી. રોડનું (૧૮ લાખ) લોકાર્પણ કરવામાં આવેલ છે. ૧૪મું નાણાપંચ ૨૦૧૮ ૧૯ ગ્રાન્ટ અંતર્ગત સરા ચોકડી થી નંદનવન સોસાયટી સુધી એલ.ઈ.ડી. સ્ટ્રીટ લાઈટના કામ (૨૪ લાખ) અને સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના UDP-૮૮ ૨૦૧૮-૧૯ ગ્રાન્ટ અંતર્ગત મહાજન વાડીથી શ્રીહરિદર્શન હોટેલ સુધી સી.સી. રોડ (૪૫ લાખ) કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે. તથા આરોગ્યલક્ષી તત્કાલ સુવિધા પૂરી પાડવા માટે અદ્યતન સુવિધા સાથેની હળવદ નગરપાલિકાની એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવેલ છે તેમજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત હળવદ નગરપાલિકા શહેરી વિસ્તારના ધ્રાંગધ્રા દરવાજાથી દશામાંના મંદિર સુધી અને સરા ચોકડી સુધીના મેઈન રોડના સાફ-સફાઈની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.

Related Articles

Total Website visit

1,502,294

TRENDING NOW