(અહેવાલ: મયંક દેવમુરારી)
મોરબી: ગુજરાત સરકાર દ્વારા ગુડ ગર્વનન્સ સપ્તાહની હાલ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ફિટ ઇન્ડિયા, ફિટ ગુજરાતના ઉપક્રમ યોજાયેલ સાયક્લોથોન રેલીનુ આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મોરબીના ધરમપુર ગામ ખાતે આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે બહોળી સંખ્યામા સાયકલવીરો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમની જહેમત ધરમપુર પેટા આરોગ્ય કેન્દ્રના સી. એચ. ઓ. છાયાબેન નિમાવત, પ્રકાશભાઈ મકવાણા, આશાવર્કર દક્ષાબેન ભલગામડિયા સહીત ગ્રામજનો હજાર રહ્યા હતા.