મોરબી તાલુકાના બેલા (આમરણ) ગામમાં જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને પોલીસે ઝડપી લઈ ધોરણસેરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના બેલા ગામમાં જાહેરમાં જુગારની બાતમી મળતા તાલુકા પોલીસ ટીમે દરોડો કર્યો હતો. જેમાં જાહેરમાં જુગાર રમતા અયુબ હાજીભાઇ કટિયા, રાજુભાઈ હરગોવિંદ પોપટ, વાલાભાઈ અરજણભાઈ, થોભણભાઈ કલ્યાણજીભાઈ પેથાપરા અને જેનુભાઈ એમ પાંચ આરોપીને ઝડપી લીધા હતા. પોલીસે પાંચેય પાસેથી જુગારની રકમ રૂ.૧૫,૧૪૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.