માળિયા તાલુકાના મોટીબરાર ગામની સરકારી રત્નમણિ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ મોટાભાગે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં હંમેશા ઉજ્વળ દેખાવ કરતા રહે છે. અગાઉ શાળાના વિદ્યાર્થીઓએ નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષામાં પરીક્ષા પાસ કરી પ્રવેશ મેળવ્યો છે. તો સાથે નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષામાં પરીક્ષા પાસ કરી મેરીટમાં સ્થાન મેળવી ચુક્યા છે.
તેવી જ રીતે આ વર્ષે યોજાયેલ પ્રાઈમરી સ્કોલરશીપ પરીક્ષામાં શાળામાંથી 7 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને આ તમામ વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી છે. જેમાંથી ડાંગર ભક્તિ દિપકભાઈ અને ડાંગર દિપ સંજયભાઈ એ સ્કોલરશિપ માટેના મેરીટમાં પણ સ્થાન મેળવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, માળિયા માંથી આ વર્ષે 2 વિદ્યાર્થીઓની પસંદગી થઈ છે અને આ બંને વિદ્યાર્થીઓ મોટીબરાર શાળાના જ છે. આ તકે શાળાના આચાર્ય અને શિક્ષકમિત્રોએ તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.