Thursday, April 24, 2025

ગેરકાયદેસર જમીન હળપનાર વિરૂધ હળવદ નગરપાલિકાનો કોર્ટમાં વિજય

Advertisement
Advertisement
Advertisement

(અહેવાલ: ભવિષ જોષી હળવદ)

મોરબીના મહેરબાન ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા હળવદમાં નગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર જમીન હળપનાર વિરૂધ્ધ ચુકાદો આપવામાં આવેલ હતો.

હળવદ નગરપાલીકા વિસ્તારમાં આવેલ પોલીસ લાઈન વિસ્તારમાં નગર પાલીકા હસ્તગતની જમીનમાં ગુલામ હુસેનભાઈ ઈબ્રાઈમભાઈ દવારા ગેરકાયદેસર કબજો વાળી જમીન ખરીદ કરવામાં આવેલ હતી. અને જે બાદ સદર જગ્યા તેઓ ની માલીકી ની છે તેવી બાબત લઈ હળવદ ન્યાય કોર્ટમાં સીવીલ દાવો દાખલ કરવામાં આવેલ હતો.

જે બાદ ગુલામ હુસેનભાઈ ઈબ્રાઈમભાઈ દ્વારા એપેલેન્ટ કોર્ટ મોરબીમાં પણ જમીન બાબતે અપીલ કરેલ હતી. અને અપીલ કેસની નગરપાલીકા-હળવદને સમન્સ કરવામાં આવતા નગરપાલીકા એડવોકેટ દ્વારા અરજીના વાંધા જવાબ રજુ કરેલ હતા. જે બાદ ગુલામ હુસેનભાઈ ઈબ્રાઈમભાઈના એડવોકેટ દ્વારા લેખીત તેમજ મોખીક દલીલ રજુ કરેલ અને હળવદ નગરપાલિકા લિગલ એડવાઈઝર વિશાલ જી.રાવલ દ્વારા દલીલ કરતા આ કામના વાદી અરજદાર ગુલામ હુસેનભાઈ ઈબ્રાઈમભાઈની અરજી નામદાર ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ દ્વારા ના:મંજુર કરવામાં આવેલ હતી.

Related Articles

Total Website visit

1,502,271

TRENDING NOW