આજ રોજ હિન્દૂ ધર્મ નું સૌથી પવિત્ર સ્થળ કાશી વિશ્વનાથ મંદિર ને નવનિર્માણ કરી અને આજે આપણાં પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોકાર્પણ વિધિ દરમ્યાન ભગવાન શિવ વિશ્વનાથના અભિષેકના કાર્યક્રમમાં મોરબી જિલ્લાના માળીયા (મી.) તાલુકાના ખીરઈ ( પંચવટી ) ગામમાં ભગવાન શિવ ના મંદિરે જલઅભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ઉપસ્થિતમાં જયોતિસિહ જાડેજા ( પ્રભારી મોરબી શહેર ભાજપ) , નિલેશ સંઘાણી ( કિશાન મોરચા પ્રમુખ માળિયા), સવજીભાઈ કરોરિયા (તાલુકા પંચાતના ઉપપ્રમુખ) , કેતન વિડજા (કો.સભ્ય મોરબી જીલ્લા પંચાયત) , હિતેશભાઈ દસાડીયા ( પ્રમુખ યુવા મોરચા માળિયા), નિકુંજ વિડજા (મહામંત્રી યુવા ભાજપ માળિયા), પ્રજ્ઞેશ ગોઠી અને પાર્થ બોપલિયા (ઉપ પ્રમુખ માળિયા યુવા ટીમ ), વિજય ગજીયા, હસુભાઈ કૈલા, તીર્થ છત્રોલા અને ગામના તમામ લોકો અને યુવા ટીમ દ્વાર કાર્યક્ર્મને સફળ બનાવવામાં આવ્યો હતો.
