મોરબીના જુના ઘુંટુ રોડ પર ટાઈલ્સ કંપનીના ક્વાર્ટરમાં તરૂણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે નોંધ કરવામાં આવી છે.
મોરબી તાલુકાના જુના ઘુંટુ રોડ પર વિકાસ ટાઈલ્સ કંપનીમાં રહીને કામ કરતા રાજેન્દ્રભાઈ એડારનો દીકરો સુભાષ (ઉ.વ.૧૩) મજુર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જેથી તેને હોસ્પિટલ ખસેડતા તબીબે સુભાષને મૃત જાહેર કર્યા હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.