આપણે અત્યારે જોઈએ છીએ કે મેરેજ ની સીઝન ચાલે છે. ઘણા નવયુવાનો -નવ યુવતીઓ લગ્નના પવિત્ર બંધન માં બંધાવા જઇ રહ્યા છે. તન, મન અને દિલથી એકબીજાના થવા માટે વચન બધ્ધતા આપી છે .આપણે જોવા જઈએ તો પહેલા કરતા લગ્નમાં ઘણી બધી વસ્તુઓમાં ફેરફાર જોવા મળ્યા છે .ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓને બધી વસ્તુઓ સોંપી દેવામાં આવે છે .નવી ટેકનીક અને નવી ફેશન આવી ગઈ છે, પરંતુ એક વસ્તુ છે જે આદિકાળથી ચાલે છે તે છે સાત ફેરા કે જેના થકી એક કન્યા અને વર લગ્ન ગ્રંથી માં બંધાય છે .કન્યા અને વર સાત ફેરા લય એકબીજાને વચન આપે છે .અત્યારે આપણે whatsapp ના સ્ટેટસ માં જોઈએ તો લગભગ બધા ના સ્ટેટસ અથવા સ્ટોરી માં 7 days to go ,6 days to go વગેરે -વગેરે અલગ-અલગ પોઝ મા photoshoot કરેલ નવયુગલ જોવા મળે છે. આજે આપણે days to go દ્વારા દરેક ફેરા નું વચન જોઈએ .જે દરેક નવયુગલોએ સમજવું જોઈએ.
વિવાહ શબ્દનો અર્થ થાય છે. વિ+ વાહ= એટલે કે જેનો અર્થ થાય છે જિમ્મેદારી લેવી. વૈદિક સંસ્કૃતિ અનુસાર 16 સંસ્કારોનો ખૂબ જ મહત્વ છે .જેમાં વિવાહ સંસ્કાર ને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. હિંદુ સંસ્કૃતિ મુજબ 7 અંક ને શુભ અંક માનવામાં આવે છે .
કન્યા વર પાસેથી સાત વચન માંગે છે અને તેના વામાંગ
માં આવવાનું સ્વીકારે છે સાથે કન્યા પણ વરને સાત વચન આપે છે થોડીક સામ્યતા અને ભિન્નતા જોવા મળે છે.
7
– હવે કન્યા પોતે પહેલું વચન આપે છે કે પોતાના પતિ સાથે યજ્ઞ, વ્રત ,યજ્ઞ ,ધાર્મિક કાર્યમાં સાથે રહેશે.
6 days to go – 2″ બીજું વચન “આ વચનમાં કન્યા વર પાસેથી માગે છે કે, તેના માતા- પિતાનું પણ પોતાના માતા-પિતા જેટલું જ સન્માન કરે .
-” બીજું વચન “જેમાં કન્યા વર ને વચન આપે છે કે, બધી જ અવસ્થામાં કુટુંબીજનોનું ભરણપોષણ કરશે અને જે પણ મળશે તેમાં સંતોષ રાખશે.
5 days to go # 3 – ત્રીજું વચન આ વચન મા કન્યા વર પાસેથી માગે છે કે, ત્રણે અવસ્થામાં એટલે કે યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થામાં તેનો સાથ નિભાવશે.
- ” ત્રીજુ વચન “કન્યા વર ને આપે છે કે દરરોજ તમારી આજ્ઞાનું પાલન કરીશ અને સ્વાદિષ્ટ ભોજન તમારી સમક્ષ રજુ કરીશ.
4 days to go # 4- ચોથુ વચન આ વચનમાં કન્યા વર પાસેથી માગે છે કે ભવિષ્યની તમામ જવાબદારીઓ વર પર મૂકે છે. - ” ચોથુ વચન ” કન્યા વર ને આપે છે કે હું સ્વસ્થતાપૂર્વક બધા શૃંગાર ધારણ કરીને મન ,વાણી અને શરીરની ક્રિયાથી તમારી સાથે ક્રીડા કરીશ.
*3 ** days* to go # 5- પાંચમું વચન કન્યા વર પાસેથી માગે છે કે, ઘરના કામ અને લેતી-દેતી તેમજ અન્ય ખર્ચમાં પત્ની નો મત લેશે. - ” પાંચમું વચન “કન્યા વર ને આપે છે કે દુઃખમાં ધીરજ રાખી અને સુખમાં પ્રસન્ન થઈ સુખ-દુઃખમાં સાથ આપીશ ક્યારે પણ પર પુરુષ નો સંગ નહીં કરું.
2 days to go # 6- છઠ્ઠુ વચન આ વચનમાં કન્યા વર પાસેથી માંગે છે કે પોતાની પત્નીનું અપમાન અન્ય કોઈ સામે નહીં કરે.
-” છઠ્ઠુ વચન “કન્યા આપે છે કે બધા કામ શાંતિથી કરીશ. સાસુ- સસરા ,સંબંધીઓના સત્કાર કરીશ. તમે જ્યાં રહેશો ત્યાં રહીશ પતિને ક્યારેય દગો નહીં આપુ .
1 days to go # 7- સાતમું વચન છેલ્લું વચન જેમાં કન્યા વર પાસેથી માગે છે કે ,પરસ્ત્રીને માતા સમાન સમજશે પતિ -પત્ની ના પ્રેમ વચ્ચે અન્ય કોઈ નહીં આવે. - ” સાતમું વચન “છેલ્લું વચન કન્યા વર ને આપે છે કે તમારી ઈચ્છાને આધીન રહીશ. અગ્નિદેવ ,બ્રાહ્મણ, માતા-પિતા અને સંબંધીઓની હાજરીમાં તમે મારા સ્વામી બન્યા અને મારૂ તન તમને અર્પણ કરું છું.
આમ, દરેક વચન નો ખૂબ જ ઊંડો મતલબ થાય છે દરેક નવયુગલે સાથે મળીને દરેક વચનોને નિભાવીને પોતાની નવી જિંદગીની શરૂઆત કરી અંત સુધી નિભાવવાની હોય છે .ક્યારે પણ કોઈ મતભેદ થાય તો તે ભૂલીને સફરને અડધે રસ્તે મુકતા નહીં, પરંતુ જિંદગીને લગ્નજીવનથી બાંધી ખુબસુરત બનાવી .એક બીજાની ખામી શોધી, પરફેક્ટ બનાવવા કરતા એકબીજાને સ્વીકારવા. તુલના કરવા કરતા જે, છે તેવા સ્વીકારવા .જિંદગી ની
એવી મોજ માણી કે ,સાત જન્મ સુધી આ જ વ્યક્તિ મારો પાર્ટનર બને તે ઈચ્છા રહે.
” આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજાને રાણી …..”
લેખિકા- મિત્તલ બગથરીયા