કોવીડ-૧૯ (ઓમીક્રોન) ની સંભવિત ત્રીજી લહેર સામે રક્ષણ મેળવવા આવતી કાલ તારીખ ૧૨/૧૨/૨૦૨૧ ને રવિવાર નાં રોજ સવારના ૭=૦૦ વાગ્યા થી રાત્રીનાં ૧૦=૦૦ વાગ્યા સુધી મોરબી શહેર માં ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના જાગૃત નાગરીકો માટે કોરોના રસીકરણની સ્પેશ્યલ ડ્રાઈવ નું આયોજન કરેલ છે. જેમાં મોરબી શહેર માં દરેક વોર્ડ માં વોર્ડ વાઈઝ કોરોના રસીકરણની સ્પેશ્યલ ડ્રાઈવ નું આયોજન કરેલ છે. તો મોરબી શહેરના ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો કે જેમને કોરોના રસીકરણ નો પ્રથમ ડોઝ લેવાનો બાકી હોય તેવા તમામ લોકો તેમજ બીજો ડોઝ લેવાનો સમય થઇ ગયેલ હોય અને બીજા ડોઝ લીધેલ ન હોય તેવા તમામ લોકો ને તારીખ ૧૨/૧૨/૨૦૨૧ ને રવિવાર નાં રોજ ની કોરોના રસીકરણ ની સ્પેશ્યલ ડ્રાઈવમાં નજીકના કોરોના રસીકરણ ની સેસન સાઈટ ઉપર જઈને કોરોના રસીકરણ કરાવવા મોરબી જીલ્લા પંચાયત, આરોગ્ય સમિતિનાં ચેરમેન હીરાભાઈ ટમારીયા તથા ઇન્ચાર્જ મુખ્ય જીલ્લા આરોગ્ય અધીકારી ડો. ડી.વી.બાવરવા તેમજ જીલ્લા આર.સી.એચ. અધીકારી ડો. વિપુલ કારોલીયા મોરબી જીલ્લાનાં આવા કોરોના રસીકરણનાં તમામ લાભાર્થીઓ ને નમ્ર અપીલ કરે છે.
