ટંકારા તાલુકાના છત્તર ગામમાં આવેલ મારૂતી નામનુ દવાખાનુ ચલાવતા બોગસ ડોકટરને મોરબી એસ.ઓ.જી. ટીમે દબોચી લીધો છે.
મોરબી એસ.ઓ.જી.સ્ટાફ પ્રયત્નશીલ હોય દરમ્યાન HC મુકેશભાઇ જોગરાજીયા તથા HC મહાવીરસિંહ પરમારને બાતમી મળતા તુરત જ તબીબી અધિકારી ડો.એચ.પી.સરવૈયા, PHC નેકનામ નાઓને સાથે રાખી ટંકારા તાલુકાના છતર ગામમાં આવેલ નવા પ્લોટમાં મારૂતી દવાખાનામાં તપાસ કરતા કોઇપણ પ્રકારના સર્ટીફીકેટ કે ડીર્ગી વગર આરોપી મામૈયાભાઇ કાનાભાઇ કળોતરા (રહે.છતર ગામ પ્લોટ વિસ્તાર તા.ટંકારા જી.મોરબી) વાળો મારૂતી નામનુ દવાખાનુ ચલાવી મેડીકલ પ્રેકટીશ કરી દવાખાનામાં દવાનો જથ્થો તથા સાધનો કી.રૂ.૨૮,૫૫૭/-નો રાખી મળી આવતા મેડીકલ પ્રેકટીશનર એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી ટંકારા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
આ કામગીરી એસ.ઓ.જી.સ્ટાફ HC સબળસિંહ સોલંકિ, મુકેશભાઇ જોગરાજીયા, શેખાભાઇ મોરી, મહાવીરસિંહ પરમાર, PC સતિષભાઇ ગરચર, ભાવેશભાઇ મિયાત્રા, સંદિપભાઇ માવલાએ કરેલ છે.