માળીયા તાલુકા માં નવનિયુક્ત કરાયેલ યુવા ભાજપ મોરચા નો સરવડ્ડ ગામ મુકામે સન્માન સમારોહ
આ કાર્યક્રમ સરવડ ગામ મુકામે ફગાસિયા હનુમાનજી ના મંદિરે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત મહેમાન તરીકે માળિયા તાલુકા ભાજપ પ્રમુખ મણીલાલ સરડવા , માળિયા તાલુકા ભાજપ મહામંત્રી મનીષ કાજીયા, માળિયા તાલુકા યુવા ભાજપ ના પ્રભારી પરિમલ ઠક્કર , સહપ્રભારી રામભાઈ જીલરિયા , મોરબી જિલ્લા યુવા ભાજપ ના ઉપપ્રમુખ શિવાભાઈ વિરમગામાં , જયદીપ સંઘાણી , માળિયા તાલુકા યુવા ભાજપ પ્રમુખ હિતેશભાઈ , મહામંત્રી નિકુંજ ભાઈ અને તમામ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા . પ્રથમ વખત મતદાન કરતા તમામ યુવાનો ને જરૂરી માર્ગદર્શન પૂરું પાડી એમને ભારતીય જનતા પાર્ટી માં આવકારવામાં આવ્યા હતા અને નવનિયુક્ત માળિયા તાલુકા યુવા ભાજપ ની ટીમ ના તમામ હોદેદારો નું સન્માન કરવામાં આવ્યું હતું
