મોરબીના વાવડી રોડ ઉપર પસાર થઈ રહેલ રાહદારીને મોટરસાયકલ ચાલકે અડફેટે લેતા ઇજા પહોંચી હતી જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ પાવન પાર્ક માં રહેતા મંજુલાબેન રમણીકભાઈ ત્રિવેદી નામની મહિલા વાવડી રોડ પરથી પસાર થઇ રહ્યા હતા તે વેળાએ મોટર સાયકલ ચાલકે તેમને હડફેટે લેતા મંજુલાબેન ને ઈજા પહોંચી હતી જેથી સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવ્યા હતા.