મોરબી સેવાભાવી અને મોરબી જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા સહિતના યુવાનો દ્વારા શહીદના પરિવારને આર્થિક સહાય માટે રૂ. ૧.૭૫ લાખનો અર્પણ કરવામાં આવ્યા છે.
મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન સેવાભાવી, રાષ્ટ્રભક્ત અજય લોરીયા તેમજ તેમના સાથી રાષ્ટ્રભક્તોએ જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા દહેગામના કંથારપુરા ગામના જયદીપસિંહ સોલંકીના પરિવારને મળીને તેમની ત્રણ દીકરીઓને ફંડ એકત્ર કરી રૂ.૧,૭૫,૦૦૦ (એક લાખ પંચોતેર હજાર) આપીને માં ભારતીનું ઋણ ચૂકવી ધન્યતા અનુભવી છે.