મોરબી: ગુજરાત પ્રદેશ ક્રોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ રાજ્ય મંત્રી તથા ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ દિનેશભાઈ પરમારની મોરબી જિલ્લા ક્રોંગ્રેસ પ્રભારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. તેમજ જામનગર જિલ્લા ક્રોંગ્રેસના પુર્વ પ્રમુખ કરણદેવસિંહ જાડેજાને મોરબી જિલ્લા પ્રભારી તરીકે નિમણૂંક થય છે. ત્યારે મોરબી જિલ્લા ઓબીસી ક્રોંગ્રેસ ડિપાર્ટમેન્ટ તરફથી દિનેશભાઈ પરમારને તથા કરણદેવસિંહ જાડેજાને અભિનંદન પાઠવ્યા હતા.