મોરબીના સામાકાંઠા વિસ્તારમાં પ્રેમ લગ્ન બાબતે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા એક મહિલા સહિત બે ઇસમોએ આધેડને માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મોરબીના માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા મોહનભાઈ હીરાભાઈ ચાવડાએ આરોપી ભલાભાઈ બચુભાઈ ચાવડા, રેખાબેન ભલાભાઈ ચાવડા અને હમીરભાઈ બચુભાઈ ચાવડા સામે મોરબી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, હમીરભાઈએ મોહનભાઈની દીકરી સાથે પ્રેમ લગ્ન કરેલ હોય જેથી બોલાચાલી કરીને ગાળો આપી મોહનભાઈને આરોપી ભલાભાઈ ચાવડાએ લાકડી વડે તથા આરોપી રેખાબેન તથા હમીરભાઈએ ઢીકા પાટુંનો માર મારી ઈજા કરી હોવાની ફરિયાદ નોધાવી છે. આ બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.