મોરબી તાલુકાના લાલપર ગામ નજીક આવેલ પનામા સિરામીકની ઓરડીના ઓટલા પાસે જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડ્યા છે. ચારેય પત્તાપ્રેમી વિરૂધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પો.હેડ કોનસ. યોગીરાજસિંહ જાડેજા તથા રવિરાજસિંહ ઝાલાને મળેલ બાતમી આધારે સર્વેલન્સ સ્ટાફની ટીમ જુગાર અંગે રેઇડ કરવા સુચના કરતા સર્વેલન્સ સ્ટાફની ટીમ મોરબી તાલુકાના લાલપર ગામ પાસે, ભારત પેટ્રોલપંપની બાજુમાં આવેલ પનામા સિરામીકની ઓરડીના ઓટલા પર જુગાર રમતા સાગરભાઇ ચંદુભાઇ અધારા (રહે. પંચાસર રોડ, રાજનગર, મોરબી-૧) જયદિપભાઇ ચંદુભાઇ સેરશીયા (રહે પંચાસર રોડ, રાજનગર, મોરબી), ચિરાગભાઇ ભરતભાઈ વડાવીયા (રહે. પંચાસર રોડ, શ્યામ સોસાયટી, મોરબી, મૂળ રહે ખાખરાળા તા.મોરબી), અશોકભાઇ સવજીભાઇ બાવરવા (રહે. વાવડીરોડ, મીરાપાર્ક-૦૨, મોરબી-૧, મુળ રહે. ભાવપર, તા.માળીયા (મીં)ને ઝડપી લીધા હતા. ચારેય જુગારી પાસેથી રોકડ રૂ.૧૨,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.