વાંકાનેર બાઉન્ડ્રી ખાતેથી બોલેરો પીકઅપ વાહનમાંથી અંગ્રેજી દારૂનો જથ્થો મોરબી એલસીબીએ ઝડપી પાડ્યો હતો. ઇગ્લીંશ દારૂની 374 તથા બોલેરો સહિત કુલ રૂ. 9,61,500નો મુદામાલ કબ્જે કરી એક આરોપીને અટક કરી છે.
મીરબી એલસીબીને મળેલ સુચનાની કામગીરી કરવા પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન પો.હેડ કોન્સ. પૃથ્વીરાજસિંહ જાડેજા તથા વિક્રમભાઇ ફુગસીયાને બાતમી મળેલ હતી કે, અમદાવાદ તરફથી બોલેરો વાહન નં. GJ-27-X-7768 વાળી રાજકોટ તરફ જનાર છે જે બોલેરોમાં અંગ્રેજીદારૂનો જથ્થો ભરેલ છે. જે બાતમી આધારે સ્ટાફના માણસો સાથે વાંકાનેર બાઉન્ડ્રી ખાતે વોચમાં હતા. તે દરમ્યાન બોલેરો પીકઅપ વાહન નં. GJ-27-X-7768 વાળી રોકી ચેક કરતા બોલેરોમાં પુઠ્ઠાના બોકસમાંથી જુદી જુદી કંપનીની ઇગ્લીંશ દારૂની કુલ 374 (કિં.રૂ.4,56,000) ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી હતી.
પોલીસે ઇગ્લીંશ દારૂની બોટલો સહિત બોલેરો, મોબાઇલ સહિત રૂ.9,61,500નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી એજાજભાઇ ઇકબાલભાઇ પતાણી (રહે. ગોંડલ રોડ, ખોડીયાર નગર રાજકોટ)ને ઝડપી પાડ્યો હતો. જ્યારે આ ઇંગ્લિશ દારૂનો જથ્થો સલીમભાઇ પિંજારા (રહે. રાજકોટ) ભરાવી આપ્યો હોવાનું ખુલતા તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.