માળિયા તાલુકામાં આંગણવાડીના પ્રશ્નોને લઈને માળિયા (મિં) આનંદી પ્રોજેક્ટ કોર્ડીનેટર જ્યોત્સનાબા જાડેજા તથા માળિયા મહિલા શક્તિ સંગઠને પ્રોગ્રામ ઓફિસર મોરબીને લેખિત રજૂઆત કરી છે.
જેમાં માળિયા તાલુકા અને નગરપાલિકા વિસ્તારમાં સ્પેશ્યલ કેસમાં વર્કર હેલ્પરની ભરતી કરવા, રાબેદા મુજબ આંગણવાડી ચાલુ કરવા અને બાળકોને ગરમ પૂરક પોષણ આહાર મળવા તેમજ વાંઢ વિસ્તારમાં મિની આંગણવાડીની રજુઆત કરી માંગ કરવામાં આવી છે.