વાંકાનેર તાલુકાના મહિકા ગામેથી પરિણીતા ગુમ થય હતી. પરિવારે શોધખોળ કરી હતી છતાં કોઈ પત્તો ન લાગતા અંતે તેના પતિએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
વાંકાનેર તાલુકાના મેસરિયા ધારના રહેવાસી મોનાભાઈ સિંધાભાઈ મુંધવાએ તેની પત્ની ગુમ થયાની પોલીસને ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, કૌશાબેન મોનાભાઈ મુંધવા (ઉ.વ.૪૫, રહે. મહિકા ગામ) નામની મહિલા ગત તા. 09/10/2021ના રોજ મહિકા ગામ પાસેથી કોઈને કહ્યા વિના જતી રહી છે. જેથી વાંકાનેર તાલુકા પોલીસે ગુમ થયાના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.