વાંકાનેરના નવા રાજાવડલા ગામે રહેતા રીક્ષા ચાલકની માલિકીની જમીનમાં આરોપીએ ગેરકાયદે પ્રવેશ કરી જમીન હડપ કરી જવાની કોશિશ કરતા વાંકાનેર પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.
વાંકાનેર તાલુકાના નવા રાજાવડલા ગામે રહેતા અને રિક્ષા ડ્રાઇવિંગ કરતા કાળુભાઈ વાઘાભાઈ ગમારાની રાજાવડલા ગામતળમાં આવેલ પ્લોટ નં. ૧૪૯ ની ૩૩૪-૪૦ ચોરસ મીટર વાળી ખુલ્લી જમીનમાં ગાંડુ દેવશીભાઈ ગમારા (રહે. નવા રાજાવડલા)એ ગેરકાયદે પ્રવેશ કરી જમીન (પ્લોટ) પચાવી પાડવાના આશયથી દબાણ કરી ઢોર બાંધી પ્લોટ ફરતે ફેન્સીગ કરી દીધી હતી. વધુમાં આરોપીએ પોતાના ફાયદા માટે જમીનનો ઉપયોગ કરી કાળુભાઈ સાથે માથાકૂટ કરી હતી અને તેમની સાથે ગાળો બોલી કુવાડી વડે મારવા દોડી ધાકધમકી આપી હોવાની વાંકાનેર પોલીસ મથકમાં કાળુભાઈએ ફરિયાદ નોંધાવી છે. જેથી વાંકાનેર પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.