Wednesday, April 23, 2025

વાહ મોરબી..!! જમ્મુ કશ્મીરમાં શહિદ જવાનોના પરિવારોની મદદ માટે રૂ.11,26,000 એકત્રિત થયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી: તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં જુદા જુદા આતંકી હુમલામાં પંજાબના 3 જવાન, ઉત્તરપ્રદેશના 1, કેરળના 1, અને ગુજરાતના ખેડા જિલ્લાના એક શહિદ મળી 6 જવાનો શહિદ થયા છે. ત્યારે આ શહિદ પરિવારજનોની મદદ કરવા માટે દેશ ભક્ત અને સેવાના ભેખધારી યુવાન, જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા દ્વારા મોરબીના સુપર માર્કેટ તથા બાપા સીતારામ ચોક પાસે બે દિવસ સુધી ફંડ એકત્રિત કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીવાસીઓએ અનેરો રાષ્ટ્રપ્રેમ સાબિત કરી માત્ર બે દિવસમાં શહિદોની મદદ માટે રૂ.11,26,000 ની સહાય આપી હતી.

બે દિવસીય છાવણીની રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશ મેરજા, પાટીદાર સમાજ આગેવાન અને પૂર્વ ભાજપ પ્રમુખ રાધવજીભાઇ ગડારા, હસુભાઇ પંડ્યા, આનંદ અગોલા સહિતનાઓએ મુલાકાત લીધી હતી. આ તકે રાજ્યકક્ષા મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ અજયભાઇ લોરીયાની કામગીરીને બિરદાવી હતી અને સમગ્ર ટીમને અંભિનંદન પાઠવ્યા હતા. મોરબીના જાહેર માર્ગ પર ફંડ એકત્રિત કરી રહેલા અજયભાઇ લોરિયાની ટીમના યુવાનો સતત ખડેપગે રહીને ફંડ એકત્રિત કરી રહ્યા હતા.

શહિદ પરિવારજનોની મદદ માટે પ્રમોદભાઈ વરમોરા (વરમોરા ગ્રુપ) રૂ.21000, અનિલભાઈ સુરાણી (L ગ્રુપ) રૂ.21000, વિશાલભાઈ ઘોડાસરા (પ્રમુખ મોરબી જીલ્લા યુવા ભાજપ) રૂ.21000, ગીરીશભાઈ સરૈયા સાહેબ (ચીફ ઓફીસર મોરબી નગરપાલિકા) રૂ.25000, જયેશભાઇ પાડલીયા (કેરમિયા વિટ્રિફાઇડ) રૂ.21000, અજયભાઇ લોરીયા (ચેરમેન શ્રી જિલ્લા પંચાયત) રૂ.21000, સતિષભાઈ બોપાલીયા (સોલોગ્રેસ વિટ્રિફાઇ) રૂ.11000, પ્રભુભાઈ માવજીભાઈ કાસુન્દ્રા (કોરલ ગ્રુપ) રૂ.11000, જગદીશભાઈ મગનભાઈ એરવાડીયા (ટીકર) રૂ.11000, જીતુભાઇ એરવાડીયા (સ્પાઇસ સિરામિક) રૂ.11000, દિલીપભાઈ આદ્રોજા (મેટ્રો ગ્રુપ) રૂ.11000, શેખરભાઈ આદ્રોજા (ઈડન ગાર્ડન ગ્રુપ) રૂ.11000, રાજુભાઈ ધમાસણા (ઈડન હિલ્સ ગ્રુપ) રૂ.11000, અરવિંદભાઈ પનારા (સેનવીસ સિરામિક) રૂ.11000, નિલેશભાઈ દેસાઈ (લેનફોર્ડ સિરામિક) રૂ.11000, ડી.બી ભાઈ લોરીયા (લોરિઆન્સ સિરામિક) રૂ.11000, સંજયભાઈ આદ્રોજા (રૂપમ) રૂ.11000, દિનેશભાઇ મહેતા (ડી મહેતા) રૂ.11000, દશુભા ઝાલા (અદેપરવાળા) રૂ.11000, સંજયભાઈ રાજા(ફોરમ ક્લોક) રૂ.11000, આશિષભાઇ ઠોરીયા (બિલ્ડર) રૂ.11000, રાજનભાઈ વ્યાસ (બીલ્ડર) રૂ.11000, રવિભાઇ ભાઈ કોરડીયા (મિલેનિયમ ટાઇલ્સ) રૂ.11000, મુકેશભાઈ કુંડારીયા (પ્રમુખ વિટ્રિફાઇડ એસો) રૂ.11000, અજયભાઇ ગોપાણી (એક્સપર્ટ સિરામિક) રૂ.11000, સંદીપભાઈ કાલરીયા (રોહિશાળા વાળા) રૂ.11000

જીતુભાઇ બાવરવા (ઝીલટોપ ગ્રુપ) રૂ.5100, જીગ્નેશભાઈ અઘારા(અમૃત ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ) રૂ.5100, ભુપેશભાઈ અમૃતિયા રૂ.6000, મેહુલભાઈ ભટાસણા (મેહુલ સ્ટુડિયો) રૂ.5100, નિલેશભાઈ દેથરીયા (N t સ્ટુડિયો) રૂ.5100, નવનિતભાઈ કુંડારીયા (બહુચર ઓઇલ મીલ) રૂ.5100, વિનોદભાઈ કડીવાર (રામેષ્ટ ગ્રુપ) રૂ.5100, યોગેશભાઈ ચંદ્રાલા (બાલાજી લેસર) રૂ.5100, પરેશભાઈ ભાઈ કાસુન્દ્રા (જય ટેલિકો) રૂ.5100, કુલદીપ ભાઈ વાઘડિયા રૂ.2100, બ્રિજેશભાઈ જેઠલોજા રૂ.11000, સંદીપભાઈ દેત્રોજા રૂ.5100, માન્વેન્દ્રસિહ જાડેજા (ભારત ટ્રાન્સપોર્ટ) રૂ.11000, અશોકભાઈ પવાર (સિદ્ધિ મિનરલ) રૂ.11000, મૌલિકભાઈ કાલરીયા (સન વર્લ્ડ વિટ્રિફાઇડ) રૂ.11000, સાગરભાઈ આદ્રોજા રૂ.11000, જયેશભાઇ રંગપરીયા (L ગ્રુપ) રૂ.11000, મુકેશભાઈ રામાણી (ડેલ્ટા સ્ટોન) રૂ.5100, હરેશભાઇ કગથરા (સ્કાયટચ વિટ્રિફાઇડ) રૂ.11000, જલારામ ભરોસે રૂ.11000, પ્રશાંતભાઈ મનસુખભાઇ કુંડારીયા રૂ.11000, લકી જયસુખભાઇ દેસાઈ રૂ.11000, સંજયભાઈ ધોળકિયા રૂ.5100, દેવેન્દ્ર સિંહ ચુડાસમા(રાજદીપ ગ્રુપ) રૂ.11000 સહિત કુલ રૂ.11,26,000 સહાયની સરવાણી વરસાવી હતી. આ તકે તમામ રાષ્ટ્રભક્તો ‘સેવા એ જ સંપત્તિ’ ફાઉન્ડેશન હ્રદયપૂર્વક આભાર માન્યો હતો.

Related Articles

Total Website visit

1,502,217

TRENDING NOW