મોરબીના ઘુંટુ ગામેથી વધુ બે બાઈક ચોર્યાની બાઈક ચોર ગેંગ સામે ફરિયાદ નોંધાઇ છે.
મળતી માહિતી મુજબ મોરબીના ઘુટુ રામકો વિલેજ સોસાયટીમાં રહેતા સહદેવસિંહ દોલુભા મોરી (ઉ.વ-૪૫)એ ઘુટુ ગામે દાડમીયા દાદાના મંદિર પાછળ શેરીમાથી તથા ઘુટુ ગામ રામકો વિલેજ સોસાયટીમાંથી હીરો સ્પલેન્ડર પ્લસ નં-GJ-36-H-4297 જેની કિ રૂ-૨૫,૦૦૦વાળુ તથા સબીરભાઇ અનવરભાઇ સેવંગીયાનું સ્પલેન્ડર પ્લસ બાઈક રજી નંબર-GJ-36-J-5531 જેની કિ રૂ-૨૫,૦૦૦ વાળા બાઈકની ચોરી થતા આરોપી ગૌતમભાઈ ટપૂભાઈ ડાભી, વિકાસભાઈ ભરતભાઈ પનારા, રાકેશભાઈ દેવજીભાઈ મકવાણા સહિતના વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવી છે.