મોરબી પરજીયા રાજગોર સમાજ દ્વારા મોરબી શહેરમાં વસતા અને અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે ગત તા.૧૦ને રવિવારનાં રોજ પરશુરામ ધામ ખાતે જનરલ નોલેજ પરિક્ષાનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં પરીક્ષાનાં પરિણામને આધારે વિદ્યાર્થીઓને સન્માનિત, પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. આ પરિક્ષામાં ૬૦-૭૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. આ કાર્યને સફળ બનાવવા માટે પ્રમુખ યાજ્ઞિકભાઈ ગામોટ, ઉપપ્રમુખ હિતેષભાઈ પંડ્યા, વસંતભાઈ સુંમડ, મહામંત્રી અરવિંદભાઈ પંડ્યા, ખજાનચી સિધ્ધાર્થભાઈ ચાઉં, શિક્ષણ સમીતિનાં ભરતભાઈ ગામોટ, નયનાબેન વોરિયા, લીનાબેન મથ્થર, ગીતાબેન ખાંડેખા, દિવ્યાબેન ખાંડેખા સહિતના કાર્યકર્તાઓ તથા પરજીયા રાજગોર સમાજ- મોરબી કમીટીએ ભારે જહેમત ઉઠાવી હતી.
