ટંકારા પોલીસે બાતમી આધારે ૬૦૦ લીટર દેશી દારૂ કિંમત રૂપિયા ૧૨૦૦૦ના જથ્થા તથા સ્વીફ્ટ કાર કિંમત ૨૦,૦૦૦૦ ના મુદ્દામાલ સાથે ત્રાજપર ગામના એક આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અન્ય એક શખ્સનું નામ ખુલતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.
ટંકારા પોલીસ સ્ટાફના પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન ચોક્કસ બાતમી મળતા પોલીસે રેઇડ કરી મારૂતી સુઝુકી સ્વીફ્ટ કંપનીની કાર નંબર- GJ–10–AC-772 મા દેશીદારૂ ભરેલા બાર બચકા, કુલ મળીને ૬૦૦ લીટર જેની કિંમત રૂપિયા ૧૨૦૦૦ તથા સ્વીફ્ટ કારની કિમત ૨૦૦૦૦૦ મળી કુલ મુદ્દામાલ રૂ ૨૧૨૦૦૦ સાથે આરોપી રવિ હેમંતભાઈ કુવરીયા (ઉ.વ.૨૫) પટેલ પાનની પાછળ ત્રાજપર, મોરબીવાળાને ઝડપી પાડ્યો હતો.આરોપીની પૂછપરછ દરમિયાન અન્ય એક આરોપી મનસુખભાઈ કોળીએ દારૂનો જથ્થો આપ્યો હોવાનું ખુલતા પોલીસે આ ફરાર શખ્સને પકડી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.