વાંકાનેર તાલુકાના ઘીયાવડ ગામની સીમમાં રાજકોટથી જુગાર રમવા આવેલ એક મહિલા સહિત આઠ પત્તાપ્રેમીઓને પોલીસે રોકડા રકમ રૂ. ૪૯,૫૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ઘીયાવડ ગામે આરોપી હકાભાઇ લીંબાભાઇ ચૌહાણ જુગાર રમાડતા હોવાની બાતમીને આધારે પોલીસે રેઇડ પાડતા વાડીની ઓરડીમાંથી હકાભાઇ લીંબાભાઇ ચૌહાણ, (રહે.ધીયાવડ, અશોકસિંહ ખુમાનસિંહ જાડેજા, રહે.રાજકોટ, રેલનગર અમૃત-ર સનરાઇઝ સ્કુલની બાજુમાં), જીજ્ઞેશભાઇ ખીમજીભાઇ વાવડીયા, (રહે.રાજકોટ કોઠારીયા રોડ, ઘનશ્યામનગર), અજયભાઇ મનસુખભાઇ સોંલકી, (રહે.રાજકોટ કોઠારીયા રોડ,ઘનશ્યામ નગર), નીલેશભાઇ જગદીશભાઇ દાણીધારીયા, (રહે.રાજકોટ કોઠારીયા રોડ,રાધેશ્યામ સોસાયટી), રાજુભાઇ ગોબરભાઇ ખસીયા, (રહે.રાજકોટ સહકાર મેઇન રોડ મેઘાણી નગર બંધ શેરી), ચીરાગભાઇ દીલીપભાઇ વ્યાસ, (રહે.રાજકોટ, ગાંધીગ્રામ,લાખના બંગલા નજીક) અને ભકિતબેન જેન્તીલાલ રાજગોર, (રહે.છત્રપાલ શીવાજી ટાઉનશીપ રેલનગર), ને જુગાર રમતા પકડી પાડી કુલ મળી રોકડા રૂપિયા ૪૯,૫૦૦ મળી આવતા પોલીસે આઠેય વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.