મોરબી માળિયા હાઈવે પરથી કોઈ અજાણ્યો ઇસમ ડમ્પર ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીનાં સામે કાંઠે ધર્મસિદ્ધ સોસાયટી ચબુતરા પાછળ રહેતા અનીલભાઈ દાનાભાઈ વસરા એ કોઈ અજાણ્યા ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે કે ગત તા. ૩૦-૦૯-૨૧ના બાર વાગ્યાથી પાંચ વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યો શખ્સ મોરબી માળિયા નેશનલ હાઇવે રોડ ઉપર ટીંબડી પાટીયા પાસે આનંદ હોટલ પાસે કલ્યાણ નામની ટ્રાન્સપોર્ટની ઓફિસ સામેથી ફરીયાદીનુ દસ વિલ વાળુ સફેદ કલરનુ ડમ્પર LPK2518,TC BSIII/38/G750/SRT/R નામના મોડલ વાળુ જેના રજીસ્ટર નં- GJ-03-AX-5149 (કિં.રૂ. ૪,૯૦,૦૦૦) વાળું કોઈ ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.