(અહેવાલ: ભવિષ જોષી હળવદ)
હળવદમાં આવેલ શ્રી હરસિદ્ધિ માતાજીના મંદિરે નવરાત્રી ના પાવન અવસરે નોમના દિવસે માતાજીનો યજ્ઞ કરવામાં આવ્યો હતો. આ યજ્ઞમાં બહોળી સંખ્યામાં માતજીના ભક્તો આશીર્વાદ લેવા પહોચ્યા હતા.
હળવદમાં આવેલ રાજરાજેશ્વરી શ્રી હરસિદ્ધિ માતાજીનું વર્ષો જૂનું આ મંદિર કે જેને આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. વર્ષો જૂના આ પ્રાચીન મંદિરમાં લખો શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા આવે છે.દરેક માઇ ભક્તોની મનોકામના માં હરસિદ્ધિના દ્વારે પુરી થાય છે. માં હરસિદ્ધિના પાટોત્સવ માં પણ અનેક ભક્તો માં ના આશીર્વાદ લેવા આવે છે. માં હરસિદ્ધિ ના હળવદ માં આવેલ મંદિરે નવરાત્રી ના નવ દિવસ માતાજી ના પુજન બાદ કુઆરિકા પુજન પણ કરવામાં આવે છે