મોરબી કોર્ટ પરીસરમાંથી નામચીન શખ્સોને તિક્ષ્ણ હથિયારો સાથે મોરબી એલ.સી.બીએ ઝડપી લીધા હતા.
નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટના સંદિપસિંહએ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાને મોરબી જીલ્લામાં બનતા શરીર, મિલ્કત સબંધી ગુના અટકાવવા જરૂરી સુચના કરેલ હોય જે અન્વયે એન.બી.ડાભી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબીને પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાએ નામચીન શખ્સો કે જેઓને સામસામા પક્ષે વાંધા ચાલતા હોય અને તેઓ કોર્ટ મુદતે આવે ત્યારે કોઇ શરીર સબંધી ગુનો ન કરે તે સારૂ તેઓ ઉપર જરૂરી વોચ રાખવા સુચના આપેલ હતી.
જે સુચના તથા માર્ગદર્શન મુજબ એન.બી.ડાભી તથા એલસીબી મોરબીના સ્ટાફના કામગીરી કરવા કાર્યરત હતા. તે દરમ્યાન એલ.સી.બી. મોરબીના પો.હેડ કોન્સ. ચંદુભાઇ કાણોતરા તથા ભગીરથસિંહ ઝાલાને બાતમી આધારે મોરબી બોરીચાવાસમાં રહેતો નામચીન ગુનેગાર ભરતભાઇ કાળુભાઇ ગોગરા પોતાની -20 કાર નં. GJ-6-EH-2349 વાળીમાં તેના સાગરીતો સાથે કોર્ટ પરીસરમાં ગાડીમાં તિક્ષ્ણ હથિયારો સાથે અગાઉના થયેલ મારામારીના કેસના કામે કોર્ટ મુદતે આવેલ હોવાની ચોક્કસ બાતમી મળેલ હોય જે બાતમી આધારે મોરબી કોર્ટ પરીસર માંથી નીચે જણાવેલ ત્રણેય ઇસમોને તેઓ પાસેથી ગે.કા. તિક્ષ્ણ હથિયાર (છરીઓ) સાથે પકડી પડી ત્રણેય ઇસમો વિરૂધ્ધ મોરબી સીટી બી ડિવી, પો.સ્ટે. ખાતે હથિયારબંધી જાહેરનામા ભંગ તળેના ત્રણ અલગ અલગ ગુના દાખલ કરાવેલ છે.
આમ, મોરબી એલ.સી.બી.એ મોરબી કોર્ટ પરીસરમાંથી આરોપી ભરતભાઇ કાળુભાઇ ગોગરા, ઇરફાન કરીમભાઇ બ્લોચ, અલ્તાફ અકબરભાઇ ફકીર (રહે, બોરીચાવાસ, મોરબી) એમ ત્રણ ઇસમોને તિક્ષ્ણ હથિયાર (છરીઓ) સાથે પકડી પાડી I-20 કાર નં. GJ-6-EH-2349 (કિ.રૂ. ૧,૫૦,૦૦૦), તિક્ષ્ણ હથિયાર છરીઓ નંગ-૦૩ (કિ.રૂ. ૧૫૦) મળી કુલ રૂ. ૧,૫૦,૧૫૦ નો મુદામાલ કબ્જે કર્યો છે.
–