મોરબીના સામા કાઠા વિસ્તારના સિરામિક સિટીના એક ફ્લેટમાં કુટણખાનું ચાલતું હોવાની પોલીસને બાતમી મળી હતી. જે બાતમી આધારે એસઓજી ટીમે ડમી ગ્રાહકો મોકલી ગોરખધંધાનો પર્દાફાશ કર્યો હતો. અને કુટણખાનું ચલાવતા મહિલા અને પુરૂષની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ મોરબીના સિરામિક સિટીના ફલેટમાં બહારથી યુવતીઓને બોલાવી ગ્રાહકોને શરીર સુખની સગવડ કરી આપતા અને સિરામિક સિટીમાં જ રહેતા અને મુળ ખરેડા ગામના રાજેશ સવજી કુગશીયા અને જયશ્રી ચંદુ રાઠોડને ઝડપી લીધા હતા. તેઓ પાસેથી 39 હજાર રોકડ, ૩ મોબાઈલ મળી કુલ રૂ.52,000નો મુદામાલ કબ્જે કર્યો હતો. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે વધુ તપાસ પી.આઈ વિરલ પટેલ ચલાવી રહ્યા છે.