Tuesday, April 22, 2025

મોરબીની પોલીસ લાઈન કન્યા શાળામાં CRC કક્ષાનો કલા ઉત્સવ કાર્યક્રમ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી: ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ અને સી.આર.સી. ભવન – તાલુકા શાળા નંબર – ૧ મોરબી દ્વારા આયોજિત સી.આર.સી કક્ષાનો કલા ઉત્સવ ૨૦૨૧ મોરબીની પોલીસ લાઈન કન્યા શાળામાં યોજાયો હતો.

જેમાં ધોરણ ૬ થી ૮ ના શાળા કક્ષાએ પસંદ થયેલ ૩૨ વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા અને કાવ્ય ગાન સ્પર્ધામાં ભાગ લીધો હતો. ચિત્ર સ્પર્ધાનો વિષય દેશના સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાનીઓ, વકતૃત્વ સ્પર્ધાનો વિષય સ્થાનિક સ્વાતંત્ર્ય સેનાનીઓનું યોગદાન, નિબંધ સ્પર્ધાનો વિષય સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાનીઓની સ્થાનિક કથાઓ અને કાવ્યગાન સ્પર્ધાનો વિષય રાષ્ટ્રીય શાયર ‘ઝવેરચંદ મેઘાણી રચિત કાવ્યો’ હતા.

ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબર પરમાર દીપક રમણીકભાઈ-પોલીસ લાઈન કુમાર તાલુકા શાળા,કાવ્ય સ્પર્ધામાં પ્રથમ નંબર પરમાર નરશી ચંદુભાઈ-સાર્વજનિક પ્રાથમિક શાળા, નિબંધ સ્પર્ધામાં પ્રથમ નંબર મકવાણા પ્રાચી એમ – તાલુકા શાળા નંબર-૨, વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબર નાગોરી માહેનુર સીરાજભાઈ – તાલુકા શાળા નંબર-૨ને મળેલ હતો. દરેક સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ચારેય સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓ તાલુકા કક્ષાએ ભાગ લેવા જશે. કલા ઉત્સવમાં ભાગ લેનાર તમામ બાળકોને સી.આર.સી. કો-ઓર્ડીનેટર સંદીપભાઈ આદ્રોજાએ શુભેચ્છાઓ પાઠવી હતી.

સી.આર.સી.કો-ઓર્ડીનેટર સંદીપભાઈ આદ્રોજા દ્વારા તમામ શાળાના આચાર્યને સાળંગપુરવાળા કષ્ટભંજનદેવ હનુમાનજીની છબી સ્મૃતિચિહ્ન રૂપે અર્પણ કરી હતી. કલા ઉત્સવ કાર્યક્રમને સફળ બનાવવા પોલીસ લાઈન કુમાર અને કન્યા શાળાના શિક્ષક સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી, તે બદલ શાળા પરિવાર અને દરેક સ્પર્ધાના નિર્ણાયકઓનો સી.આર.સી. કો-ઓર્ડીનેટર સંદીપભાઈ આદ્રોજાએ આભાર માન્યો હતો.

Related Articles

Total Website visit

1,502,185

TRENDING NOW