મોરબીના ભડીયાદ ગામે રામાપીરના ઢોરે પાણીના ટાંકા નજીક કેમ દેખાતુ નથી તેમ કહેતા યુવાન ઉપર છરી વડે હુમલો થયો હોવાનો બનાવ બન્યો છે. આ બનાવ અંગે યુવાને બે શખ્સો સામે હુમલો કર્યાની મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે બન્ને આરોપીઓને ઝડપી પાડવા આગળ તપાસ હાથ ધરી છ.
મળતી માહિતી મુજબ રાજુભાઈ સાયબભાઈ ખાન (ઉ.વ. ૪૧ રહે, હાલ ઓપેરા કારખાનાની ઓરડીમાં ભડીયાદ ગામ , રામાપીરના ઢોરા સામે તા.જી.મોરબી) એ જયુભા તથા લાલાભાઇ (રહે.બન્ને ભડીયાદ રામાપીરના ઢોરે તા.જી.મોરબી) સામે ફરિયાદ નોંધાવી છે કે, ગત તા.૧૧ ના રોજ રાત્રીના સાડા દસેક વાગ્યના અરસામાં ભડીયાદ ગામે રામપિરના ઢોરે પાણીના ટાંકા પાસે ફરીયાદી સાથે આરોપી જયુભા ભટકાતા ફરીયાદીએ કહેલ કે કેમ દેખાતુ નથી? તેમ કહેતા આરોપી જયુભાએ ફરીયાદીને ગાળો આપી બે ત્રણ ઝાપટ મારેલ તે દરમ્યાન બીજા આરોપી લાલાભાઇ આવી પોતાના નેફામાંથી છરી કાઢી ફરીયાદીને પેટના ભાગે ડાબીબાજુ છરીનો ઘા મારી આરોપીઓએ એકબીજા સાથે મદદગારી કરી ફરીયાદીને છરી વડે પેટના ભાગે ગંભીર ઇજા કરી હતી.આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.