મોરબી તાલુકા પોલીસે માળીયા હાઇવે ઉપર ટીંબડી પાટીયાથી આગળ ચેોધરી હોટલ પાસેથી ઇંગ્લીશ દારૂની પાંચ બોટલો સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસે માળીયા હાઇવે ઉપર ટીંબડી પાટીયાથી આગળ ચેોધરી હોટલ પાસેથી મૂળ પોરબંદરના રહેવાસી અને હાલ લક્ષ્મીનગર ગામે રહેતા પીયુષભાઇ મહેશભાઇ જોષીને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૫ કિં.રૂ.૧૫૦૦ સાથે ઝડપી લઈ આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.